બિહારના શિક્ષણમંત્રીએ રામ ચરિત માનસને લઈ એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે. શિક્ષણમંત્રીએ રામચરિત માનસને નફરત ફેલાવવાળો ગ્રંથ ગણાવી દીધો છે. આ વિવાદને કારણે સંતો ભડકી ઉઠ્યા છે. અયોધ્યાના મહંતે આ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
શિક્ષણમંત્રીના નિવેદન બાદ થયો વિવાદ
નાલંદા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું મનુસ્મુતિને કેમ સળગાવી દેવામાં આવ્યા કારણ કે , તેમાં એક વર્ગ માટે અપશબ્દ લખવામાં આવ્યા હતા. રામચરિત માનસનો વિરોધ કેમ કરવામાં આવ્યો અને કયા ભાગનો વિરોધ કરવામાં આવ્યો.
સંતો આ અંગે આપી રહ્યા છે પ્રતિક્રિયા
આ નિવેદનને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ નિવેદનને લઈ અનેક ધર્મગુરૂઓએ વિરોધ કર્યો હતો. અયોધ્યાના મહંત જગદ્ ગુરૂ પરમહંસ આચાર્યે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિહારના શિક્ષણમંત્રીએ જે રીતે રામચરિત માનસને નફરત ફેલવાતો ગ્રંથ ગણાવ્યો છે તેનાથી પૂરો દેશ આઘાતમાં છે. શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવા જોઈએ ઉપરાંત તેમણે માફી પણ માગવી જોઈએ.
Jagadguru Paramhans says Bihar Minister Chandrashekhar should be sacked from post for his remarks on Ramcharitmanas
— ANI Digital (@ani_digital) January 12, 2023
Read @ANI Story | https://t.co/AINg8XXWGH#Ramcharitmanas #Bihar #JagadguruParamhans pic.twitter.com/U60dVK5e1W