બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને ગુજરાતીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવું ભારે પડી રહ્યું છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને સમન્સ ઈશ્યુ કર્યુ છે. તેજસ્વી યાદવની સામે સમન્સ ઈશ્યુ થતા તેમની મુશ્કેલી વધી શકે છે. મેટ્રોપોલિટન કોર્ટે નોંધ્યુ છે કે બદનક્ષી કેસમાં તેજસ્વી સામે પ્રાથમિક રીતે ગુનો બને છે. તેજસ્વી યાદવે આગામી 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેવું પડશે. ઉલ્લેખનિય છે કે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે
આ મામલે અરજદારના વકીલ દ્વારા અગાઉની સુનાવણીમાં ઈન્કવાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરાઈ હતી. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ આપ્યા છે. અગાઉ આઠમી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં ઈન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માંગણી કરી હતી. હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
શું છે સમગ્ર મામલો?
બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા બિહાર વિધાનસભાની બહાર મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા હિરા કારોબારી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ હટાવવા અને તેમની લાલુ પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી CBI તપાસને લઈને આ નિવેદન આપ્યુ હતુ.