આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ છે. આ બધા વચ્ચે રાજકારણ ગરમાયું છે કારણ કે લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી અચાનક રાજભવન રાજ્યપાલ રાજેન્દ્ર અરણેંકરને મળવા પહોંચ્યા હતા. નીતિશ કુમારની સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. ચૂંટણી પહેલા આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયું છે.
#WATCH | Bihar CM Nitish Kumar leaves from Raj Bhavan after meeting Governor Rajendra Vishwanath Arlekar in Patna. pic.twitter.com/v90wj8QaHb
— ANI (@ANI) January 23, 2024
રાજ્યપાલ સાથે 40 મીનિટ સુધી કરી ચર્ચા
#WATCH | Bihar CM Nitish Kumar leaves from Raj Bhavan after meeting Governor Rajendra Vishwanath Arlekar in Patna. pic.twitter.com/v90wj8QaHb
— ANI (@ANI) January 23, 2024બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલ સાથેની મુલાકાત 40 મીનિટ સુધી ચાલી હતી. મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. એક તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ શકે છે.
આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા
સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી છે. બજેટ સત્ર વિશે ચર્ચા થઈ ઉપરાંત બીજા અનેક વિષયો પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે.