Biharના CM Nitish Kumarએ કોની સામે જોડ્યા હાથ કે તેમનો વીડિયો થઈ ગયો વાયરલ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-14 13:34:04

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનો અને હરકતોથી ચર્ચામાં છે. વિધાનસભામાં મહિલાઓને લઈને વાંધાજનક નિવેદન આપ્યા બાદ તેણે મીડિયાથી દૂરી લીધી છે. નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને પૂછ્યું કે સાહેબ કેમ ગુસ્સે છે, તો મુખ્યમંત્રીએ હાથ જોડ્યા અને રીતસર આરતી કરતા હોય તેવું કરવા લાગ્યા!


પત્રકારની સામે મુખ્યમંત્રી નીતિશ કુમારે હાથ જોડ્યા!

આ અંગે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમમાં ભાગ લઈને બહાર આવી રહ્યા હતા ત્યારે કેટલાક પત્રકારોએ પૂછ્યું કે સાહેબ તમે કેમ ગુસ્સે છો? નીતીશ કુમારે આના પર કોઈ જવાબ ન આપ્યો પરંતુ તેમણે ઝૂકીને પત્રકારોને હાથ જોડી લીધા. આટલું જ નહીં, આ દરમિયાન જ્યારે તેમના સુરક્ષાકર્મીઓ કેમેરાની સામે આવ્યા, ત્યારે નીતિશ કુમાર પોતાની બાજુ એક તરફ ખસેડીને અને પત્રકારો સમક્ષ નમીને પ્રતીકાત્મક રીતે હાથ જોડતા જોવા મળ્યા. આ પછી નીતિશ કુમાર કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વગર પોતાની કારમાં ત્યાંથી નીકળી ગયા હતા.


આરતી સમયનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

હવે આવી સ્થિતિમાં ત્યાં હાજર લોકો વિચારવા લાગ્યા કે એવી કઈ સ્થિતિ આવી ગઈ કે નીતિશ કુમારને મીડિયા સામે હાથ જોડવા પડ્યા. આ પહેલા સીએમ નીતીશ કુમારનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મહાવીર મંદિરમાં આરતી દરમિયાન અહીં-ત્યાં જોતા જોવા મળે છે. વીડિયોમાં લાગે છે કે તે કંઈક શોધી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?