ગઈકાલથી બિહારમાં ચાલી રહેલું રાજકારણ ચર્ચામાં છે. ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી તરીકે ફરી એક વખત નિતીશ કુમાર શપથ લઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર નિતીશ કુમાર કોંગ્રેસ તેમજ આરજેડીથી નારાજ છે. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનમાંથી પણ તે છેડો ફાડી એનડીએમાં જોડાઈ શકે છે. મુખ્યમંત્રી તરીકે પણ તે શપથ લઈ શકે છે તેવી વાતો સામે આવી છે.
બિહારના ઉપમુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા!
નીતિશ કુમારે અનેક વખત પક્ષપલટો કર્યો છે. કોઈ વખત એનડીએમાં હોય છે તો કોઈ વખત આરજેડી, કોંગ્રેસ વાળા ખેમામાં હોય છે. ગઈકાલથી સમાચાર સામે આવ્યા છે કે ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જઈ શકે છે તે વાતથી રાજકારણ ગરમાયું છે. એનડીએમાં ગમે ત્યારે નીતિશ કુમાર જોડાઈ શકે છે તેવી વાતો પર આરજેડી નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી છે. મીડિય રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું છે કે આસાનીથી તે સરકારને નહીં પડવા દે. અમે બીજી વખત સરકાર પણ નહીં બનવા દઈએ.
લાલુ પ્રસાદ યાદવે અનેક વખત નીતિશ કુમારને ફોન કર્યા પરંતુ...
એવી માહિતી પણ સામે આવી છે કે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે આ સમાચાર મળતા નીતિશ કુમાર સાથે વાત કરવાની કોશિશ કરી. શુક્રવારે લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર સાથે વાત કરવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તેમણે ફોન ન ઉઠાવ્યો. એવી માહિતી સામે આવી રહી છે રાષ્ટ્રીય જનતા દળે મીટિંગ બોલાવી છે. તેજસ્વી યાદવે સરકારી આવાસ પર પાર્ટી વિધાયકોની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે નીતિશ કુમાર આગળ શું કરે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.