ટેલિવિઝનનું ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શૉ બિગ બોસ લાંબા સમય બાદ દર્શકોનું મનોરંજ કરવા માટે આવી ગયું છે. બિગબોસના 15 સિઝન પૂરા થઈ ચૂક્યા છે, છતાંય બિગ બોસના ફેન્સ નવી સિઝન માટે તલપાપડ થઈ રહ્યા છે.
ક્યારે શરૂ થશે બિગબોસ સિઝન 16
બિગબોસની સોળમી સિઝન આજ રાતથી શરૂ થવા જઈ રહી છે. એવામાં તમામ લોકો એ જાણવા આતુર છે કે બિગબોસ 16ની સિઝન ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે. બિગબોસ 16 કલર્સ ચેનલ પર સલમાન ખાન સાથે પ્રીમિયર થવા જઈ રહી છે. આજથી આગામી 3 મહિના આ શો દર્શકોનું મનોરંજન કરાવશે. એવામાં નવા સિઝનમાં શું મજાનું હશે તે જોવાનું રહેશે. બિગબોસની સિઝન 15માં દર્શકોમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા ળ્યા હતા.
ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે?
સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યું છે કે પ્રોમોમાં વીડિયોને જોઈને ખબર પડી રહી છે કે આ સિઝન ખૂબ ધમાકેદાર રહેવાની છે. પ્રોમોમાં જેવા મળી રહ્યું છે કે ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે આ સિઝનમાં કંઈક નવું જોવા મળશે. અફવાઓ ચાલી રહી છે કે આ સિઝનમાં કોઈ નિયમ નહીં હોય.
ક્યારે જોઈ શકાશે બિગબોસ 16?
બિગ બોસ 16 રોજ સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકાશે. શનિવાર અએ રવિવારે પણ આ શો રાત્રે સાડા નવ કલાકે જોવા મળશે. બિગબોસ 16 ઓટીટી પ્લેટફોર્મ વૂટ પર જોઈ શકાશે. અબ્દુ રૉઝિક, સુંબુલ તૌકીર ખાન, નિમ્રિન કૌર, ગૌતમ વિજ જેવા કલાકારો આ બિગબોસની સિઝનમાં જોવા મલશે.