ડમી કાંડ - તોડ કાંડમાં થયો મોટો ખુલાસો! યુવરાજસિંહે પૈસાનું રોકાણ દહેગામમાં કર્યું! સામે આવ્યા સીસીટીવી ફૂટેજ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-02 12:39:29

ડમી કાંડ તોડ કાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હતા તેવા આક્ષેપો લાગ્યા હતા. જે બાદ .યુવરાજસિંહને પોલીસે સમન્સ જાહેર કર્યા હતા અને જે બાદ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર રહ્યા ત્યારે લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ખુલાસો આ કેસમાં થયો છે. એસઆઈટીની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે ધોળકાના રુપિયાનું રોકાણ યુવરાજસિંહે દહેગામમાં કર્યું હતું. . યુવરાજસિંહના સસરા અને શિવભાના પિતાએ ભાવનગરના આંગડિયામાંથી દહેગામ 6 લાખ રુપિયા મોકલ્યા હતા. આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે.      


યુવરાજસિંહને કરાયા જેલ હવાલે!

સમગ્ર રાજ્યમાં ડમી કાંડને લઈ ચર્ચાઓ થઈ રહી છે. યુવરાજસિંહ વિરૂદ્ધ એક કરોડની ખંડણી ઉઘરાવવનો આરોપ લાગ્યો છે. આ મામલે યુવરાજસિંહ, તેમના સાળા સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે પૈસા રિકવર કર્યા છે. યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગઈકાલે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પરંતુ રિમાન્ડને વધારવામાં આવ્યા ન હતા. જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


જેલ જતાં પહેલા યુવરાજસિંહે આપ્યું હતું નિવેદન!

કોર્ટમાં જ્યારે યુવરાજસિંહને હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ તો માત્ર હજૂ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને હજું બીજું ઘણું બધુ સામે આવશે. 


સીસીટીવી આવ્યા સામે!  

મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા એકદમ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક કરોડની રકમમાંથી અનેક લાખો પોલીસે રિકવર કરી લીધા છે. ત્યારે આ મામલે વધુ એક પુરાવો મળ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવરાજસિંહે દહેગામમાં રોકાણ કર્યું હતું. યુવરાજસિંહના સસરા અને તેમના સાળાએ 6 લાખ આંગડિયામાંથી દહેગામ મોકલ્યા હતા. આના સીસીટીવી પણ સામે આવ્યા છે.         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?