બોટાદ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, આર્થિક અને માનસિક તણાવમાં 4 લોકોએ ટ્રેન નીચે પડતું મુક્યું


  • Published By :
  • Published Date : 2024-01-01 20:26:28

બોટાદમાં એક જ પરિવારનાં ચાર સભ્યોની આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલ આપઘાત કેસમાં ખુલાસો થયો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત રોજ નિગાળા ગામ પાસે પરિવારનાં ચારેય સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું. નાના સખપર ગામે રહેતા પિતા, પુત્ર અને બે પુત્રીઓએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા ચારેય લોકો 307 નાં ગુનામાં જેલમાં હતા. ચારેય લોકો 6 દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. મૃતક મંગાભાઈના પત્નીનું આશરે 6 મહિના પહેલા નિધન થયુ હતું.


શા માટે આત્મહત્યા કરી?

 

બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં રવિવારે બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા.મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.42), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.20), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.20) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવ્યો ત્યારે પરિવારનાં ચાર જેટલા સભ્યોએ ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે બાબતે ખુલાસો થવા પામ્યો હતો. 


જામીન પર છૂટ્યા હતા


ગઢડા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આપઘાત કરનાર પરિવાર સખપર ગામનો રહેવાસી હતો. જેમાં મૃતકોમાં 42 વર્ષીય મંગાભાઇ વિજુડા, 19 અને 17 વર્ષની બે પુત્રી, અને 21 વર્ષીય પુત્ર હતો. સૂત્રોની માનીએ તો મંગાભાઇ 10 દિવસ પહેલા જ જામીન પર છૂટીને આવ્યા હતા. જેમની સામે કૌટુંબિક ભાઇ સાથે મારામારી હેઠળ ગઢડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?