કિંજલ દવેને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ગીતના કોપીરાઇટ કેસમાં મોટી રાહત, કોર્ટે આરોપો ફગાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 21:14:40

ખ્યાતનામ ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેને "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીત કેસમાં રાહત મળી છે. તેની સામે ચાલી રહેલા ગીતના કેસને આજે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે રદબાતલ કરી દીધો છે. રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપનીએ આ ગીતના કોપી રાઈટના હક્કો પર પોતાનો દાવો રજુ કરી કિંજલ દલે પર કેસ કર્યો હતો. જો કે આ કંપની કેસ આજે અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં  ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો છે.


શું છે સમગ્ર મામલો?


કિંજલ દવેના આ કેસના એડવોકેટ પ્રતિક ચૌધીર અને જતીન ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતુ કે, કિંજલ દવેને “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો. જે કેસ કિંજલ દવે સિવિલ કોર્ટમાં જીતી ગઈ છે. આ કેસ અંગે માહિતી આપતા એડવોકેટએ જણાવ્યું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેઓ (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી)એ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી.) પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગી હતી. પરંતુ તે હક્કો અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નહી. જેથી કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખ્યો હતો.


અગાઉ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો


કિંજલ દવે પર  ચાર ચાર બંગળી વાળી ગાડી ગીત કોપી કરવાનો આરોપ હતો. જે કેસ થયા બાદ કોર્ટ આ ગીત ન ગાવવાનું જણાવ્યું હતું, પરંતુ છતા કિંજલ દવે આ ગીત ગાયું હતું. જે મામલે કિંજલ દવેને કોર્ટમાં માફી પણ માંગી હતી. જોકે કોર્ટે કિંજલની માફી ન સ્વીકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે મુદ્દે કિંજલને 1 લાખ દંડ ચૂકવવાનો વારો આવ્યો હતો. જો કે, હવે કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટે મોટી રાહત આપી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?