Paytm પર RBIની મોટી કાર્યવાહી... 29 ફેબ્રુઆરી પછી બેંકિંગ સેવાઓ નહીં આપી શકે, ગ્રાહકોનું શું થશે?


  • Published By :
  • Published Date : 2024-01-31 20:44:19

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી જાયન્ટ કંપની Paytmને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક PPBLમાં જોડાઈ શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે આ આદેશ જારી કર્યો છે.


ડિપોઝીટ-ટોપઅપ સ્વીકારવામાં આવશે નહીં


પેટીએમ પેમેન્ટ બેંકમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, RBIએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહકના ખાતા, વોલેટ અને FASTagમાં ડિપોઝીટ/ટોપ-અપ સ્વિકારી શકશે નહીં. બેંક ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે. એટલે કે, RBI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેવિંગ્સ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને FASTagમાં પહેલાથી જ જમા કરાયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વિના ઉપાડી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.


RBIએ પેટીએમ પર શા માટે કાર્યવાહી કરી?


પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બેંકિંગ સર્વિસમાં બિન-અનુપાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ સામે આવી છે. આ બધાની વચ્ચે, આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આદેશ હેઠળ, નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધની સાથે, વર્તમાન ગ્રાહકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન પર પણ 29 ફેબ્રુઆરી 2024થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?