દૂધસાગર ડેરીની પશુપાલકોને મોટી ભેટ,દૂધ ખરીદ ભાવમાં કર્યો વધારો


  • Published By :
  • Published Date : 2022-11-05 15:48:48

મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે.  ડેરીએ પશુપાલકોને દૂધેની ફેટના કિલો દીઠ 10 રૂપિયાનો વધારો આપ્યો છે. પશુપાલકોને 740 રૂપિયાને બદલે હવે 750 રૂપિયા મળશે, જેનો સીધો ફાયદો 5 લાખ જેટલા પશુપાલકોને મળશે.  આ ભાવ વધારો આગામી 11 નવેમ્બરથી અમલી બનશે.


ગત મહિને પણ કરાયો હતો ભાવ વધારો

મહત્વનું છે કે,  ગયા મહિને પણ દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 19 ઓક્ટોબરે દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી હતી. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાથી વધારીને 740 રૂપિયા કરાયો હતો. એટલે કે દૂધના ખરીદભાવમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો.  જે જાહેરાત બાદ પશુપાલકોએ ખુશી અનુભવી હતી


પશુપાલકોમાં ખુશીની લહેર

દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. આ બધાની વચ્ચે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને 750 રૂપિયા પ્રતિ કિલો ફેટે મળશે. આ જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?