દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુ સેવન આરોગ્ય માટે જીવલેણ સાબિત થતું હોય છે. તમાકુનું સેવન કરવાથી દર વર્ષે અંદાજીત 80 લાખ જેટલા લોકોના મોત થાય છે. 13 લાખથી વધુ મોત ભારતમાં થાય છે. ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતાવણી દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તંબાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓટીટી પર બતાવવી પડશે તમાકુ વિરોધી ચેતવણી
ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સિરિઝ તેમજ ફિલ્મો જોવા માટે ઓટીટીને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તમાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ ઓટીટી પ્લેટફોર્મ ચેતવણીને નહીં માને તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 30 સેકેન્ડનો સ્પોટ તમાકુ વિરોધી જાણકારી આપવા માટે બતાવવું પડશે. જાણકારીમાં તમાકુના સેવનથી થતાં નુકસાન અંગે જાણકારી બતાવવામાં આવશે. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી 30 સેકેન્ડની તમાકુ વિરોધી ચેતવણી પ્રદર્શિત કરવી પડશે.
લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો પ્રયાસ!
મહત્વનું છે તમાકુ સેવનમાં ભારત ટોપ દેશોમાં જોવા મળે છે. લોકોમાં તમાકુ દ્વારા થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવા અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો લોકોના મોત તમાકુ સેવનના કારણે થતાં હોય છે. ત્યારે લોકોમાં જાગૃત્તિ લાવવા એક વધારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે