માન સરકારનો મોટો નિર્ણયઃ પંજાબમાં નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મુકાયો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:36:50

પંજાબની ભગવંત માન સરકારે નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી જારી કરાયેલા શસ્ત્ર લાયસન્સની આગામી 3 મહિનામાં સમીક્ષા કરવામાં આવશે.

Punjab CM Bhagwant Mann warns singers promoting gun culture through songs

આ સિવાય શસ્ત્રોના જાહેર પ્રદર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રેન્ડમ ચેકીંગ થશે.


પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે ટીકાઓનો સામનો કરી રહેલી પંજાબ સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. શનિવારે જ પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી. સરકારે ત્રણ CP સહિત આઠ SSP સહિત કુલ 30 IPS અને ત્રણ PPS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા હતા. હિન્દુ નેતા સુધીર સૂરી હત્યા કેસમાં અમૃતસરના પોલીસ કમિશનર અરુણ પાલ સિંહથી નારાજ સરકારે તેમને આઈજી પ્રોવિઝનિંગ તરીકે નિયુક્ત કર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?