બેચરાજી વિસ્તારના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કરાઈ રચના


  • Published By :
  • Published Date : 2023-10-22 14:40:37

મહેસાણા જીલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ બહુચરાજી ગુજરાતના ચાર શક્તિપીઠ સ્થાન પામે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ આ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે આજે મોટો નિર્ણય લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરીટી દ્વારા સાત ગામોને આવરી લઈ અંદાજે 825 હેક્ટર વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આ ગામોને લાઈટ -બાગ-બગીચા તેમજ ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાનો લાભ મળશે. બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન પૂરૂ પાડવાની સરકારની યોજના છે.


આ ગામોનો થશે સમાવેશ


સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાને વાસ્તવિક રૂપ આપવા બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સત્તા મંડળ હેઠળ બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ બહુચરાજી ઉપરાંત શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને 30 જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો ધરાવતા આ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે. નવા મૂડીરોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો ઉભી કરી શકાશે.


ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિમણૂક


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ  બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિમણૂક કરી છે. આ સત્તામંડળના અન્ય સભ્યો તરીકે ચીફ ટાઉન પ્લાનર, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર અને સભ્ય સચિવ તરીકે મહેસાણા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારના વિકાસને લગતી બાબતોને યોગ્ય વાચા આપવા સ્થાનિક સ્તરે ચૂંટાયેલા ચાર સભ્યોને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે સ્થાન આપવાની જોગવાઇ કરવામાં આવેલી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?