ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા આંદોલન કરવા માટે.. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરાશે .. ટાટ 1-2માં ભરતી કરવામાં આવશે. ત્રણ માસની અંદર ભરતી પ્રકિયા શરૂ થશે. 7500 જગ્યાઓ પર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.
મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉમેદવાર!
આપણે કહીએ છીએ કે પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ.. જો આપણે પોતાના હક માટે અવાજ નથી ઉઠાવતા તો આપણને આપણો હક નથી મળતો. પોતાની માગ સાથે અનેક વખત આંદોલન કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ગઈકાલથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમના માગ હતી. આજે સચિવાલય પહોંચ્યા હતા ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા. પરંતુ આજે પણ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. તે બાદ સમાચાર સામે આવ્યા કે મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
ત્રણ મહિનાની અંદર થશે પ્રક્રિયા શરૂ...
શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા. તેવી પણ માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ આશા હતી કે કોઈ સારા સમાચાર સામે આવી શકે છે... અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા કે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ટાટ 1-2માં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ત્રણ મહિનાની અંદર આ પ્રક્રિયા શરૂ કરાશે..