મહાભારત સિરીયલમાં શકુનિ મામાની ભૂમિકા નિભાવનાર ગુફી પેન્ટલનું સોમવાર સવારે નિધન થયું છે. થોડા દિવસો પહેલા તેમની તબિયત બગડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ તેમના કોસ્ટાર સુરેન્દ્ર પાલ દ્વારા કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
1980થી બોલિવુડમાં શરૂ કર્યું હતું કરિયર!
ઘણા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક કલાકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનુપમા ફેમ એક્ટર નીતેશ પાંડેનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું તો એક જ દિવસે વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું હતું. ત્યારે આજે મહાભારતમાં શકુનિ મામાનો રોલ નિભાવનાર ગુફી પેન્ટલનું નિધન થયું છે. તબિયત બગડવાને કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. 1980થી તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. અનેક સિરીયલો તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો.
મહાભારત સિરીયલથી તેમને મળી પ્રસિદ્ધિ!
રફૂ ચક્કર ફિલ્મથી બોલિવુડ ડેબ્યુથી ગુફીએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ મહાભારતમાં રોલ કર્યા બાદ તેમને ઓળખાણ મળી હતી. 1988માં આવેલી બીઆર ચોપડાની મહાભારત સિરીયલમાં શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આ સિરીયલને ભલે આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ તેમને દર્શકો શકુનિ મામા તરીકે ઓળખે છે. અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધી છે.