તલાટીની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાવાની હતી તે હવે 7 મેના રોજ યોજાવાની છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા હસમુખ પટેલે કહ્યું કે જો વર્ગ ખંડની વ્યવસ્થા નહીં થાય તો પરીક્ષાઓ નહીં યોજાય. ત્યારે આ તલાટીને લઈ મહત્વની માહિતી મળી હતી.
30 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા
જુનિયર ક્લાર્કની પરીક્ષા અનેક વર્ષો બાદ યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે સમયે હસમુખ પટેલે તલાટી અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે તલાટીની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ આ તલાટીની પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.
ઋષિકેશ પટેલેે આપી આ અંગે જાણકારી
30 એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે આ પરીક્ષા 7 મેના રોજ યોજાવાની છે. ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફર થવાની જાણકારી ઋષિકેશ પટેલે આપી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે શું ખરેખર 7 મેના રોજ પરીક્ષાનું આયોજન થશે? શું પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા આપી શકશે? આ બધા વચ્ચે એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે 7 મેના રોજ NEETની પરીક્ષા પણ યોજાવાની છે.