મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો ઝટકો, રિટેલ મોંઘવારી 8 મહિનાની ટોચ પર, CNGના ભાવ પણ વધ્યા


  • Published By :
  • Published Date : 2023-12-14 14:16:08

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોને વધુ ત્રણ ઝટકા લાગ્યા છે. દેશમાં પહેલા રિટેલ મોંઘવારીમાં વધારો થયો તો દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સીએનજીની કિંમતોમાં વૃધ્ધી થઈ છે. હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોલસેલ મોંઘવારીના આંકડા પણ ઝટકો આપનારા છે, નવેમ્બર મહિનામાં WPIમાં પણ વૃધ્ધી થઈ છે અને તે વધીને 8 મહીનાની ટોચ પર પહોંચી ગઈ છે. 


WPI નેગેટીવ ઝોનમાંથી બહાર

 

વેપાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હોલસેલ મોંઘવારી વધી ગઈ છે, અને તે નેગેટિવ ઝોનમાંથી ઉપર આવી ગઈ છે, માર્ચ મહિનામાં હોલસેલ મોંઘવારી દર નેગેટિવ ઝોનમાં યથાવત હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોઈએ તો હોલસેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં (-) 0.52 ટકાથી વધીને નવેમ્બર મહિનામાં 0.26 ટકા થઈ ગઈ છે.


રિટેલ મોંઘવારી 5.5 ટકા


આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિટેલ મોંઘવારીનાં આંકડા અંગે વાત કરીએ તો ભારતમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બર મહિનામાં વર્ષના આધાર પર 5.5 ટકાના દરે વધી છે, જ્યારે ઓક્ટોબરમાં તે ચાર મહિનાના સૌથી નીચા સ્તર 4.87 ટકા પર હતી. હવે તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા 2-6 ટકાની મર્યાદાની બહાર જ છે.


CNGની કિંમતોમાં વૃધ્ધી


દેશના લોકોને લાગેલા ત્રીજા ઝટકાની વાત કરીએ તો તે પણ આજે સવારે જ લાગ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં CNGના ભાવમાં વૃધ્ધી કરવામાં આવી છે. એક રૂપિયા પ્રતિ કિલોની વૃધ્ધી બાદ રાજધાની દિલ્હીમાં CNGની નવી દર 76.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં તે વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઈ છે. ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા માટે 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે 20 દિવસમાં જ CNGની કિંમતોમાં પણ તે સતત બીજી વખત વૃધ્ધી કરવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?