લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને મોટો ઝટકો, પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન


  • Published By :
  • Published Date : 2024-02-08 15:10:02

લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે.


પંજાબમાં AAP એકલા હાથે લડશે


સંદીપ પાઠકે આજ તક પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સીટ શેરિંગ કમિટીએ પંજાબમાં ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે 13 લોકસભા સીટો ધરાવતા પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ ત્યાં તેમની સાથે ગઠબંધન કરવા માંગતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થવાના સમાચારો વચ્ચે , ઈન્ડિયા ટુડે - સી વોટરનો ઓફ ધ નેશન સર્વે પણ થયો છે જેમાં બંને પક્ષોને સમાન સંખ્યામાં બેઠકો મળતી દેખાઈ રહી છે.


ઈન્ડિયા ટુડે-સી વોટરનો સર્વે શું કહે છે?


પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. જો આજે અહીં ચૂંટણી યોજાઈ હોત તો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધીને 27.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે AAPને છેલ્લી ચૂંટણીમાં એક બેઠક મળી હતી, તે વધીને પાંચ બેઠકો થઈ છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા અને અન્યને 3.9 ટકા વોટ શેર મળ્યા છે. સીટોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને પાંચ સીટ, ભાજપને બે સીટ અને અન્યને એક સીટ મળી શકે છે. પંજાબમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી હતી. તે સિવાય કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. આ વખતે તે ઘટીને 5 બેઠકો રહેવાનો અંદાજ છે, જ્યારે અકાલી દળને બે બેઠકો મળી હતી, જે એક પર પહોંચી રહી છે. તે જ સમયે, ભાજપ તેની બંને બેઠકો બચાવી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?