કોંગ્રેસને પડ્યો મોટો ફટકો! પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારીએ કેસરિયો કર્યો ધારણ, સી.આર.પાટીલે કર્યું સ્વાગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-19 14:06:24

થોડા દિવસો પહેલા બનાસકાંઠાના તેમજ કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારીએ કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતાની સાથે જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. હજી સુધી એવું લાગતું હતું કે આ બધી અફવાઓ છે પરંતુ તે હવે સાચી પડી છે. સી.આર.પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેઓ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ અચાનક કોંગ્રેસનો છેડો ફાટવાથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.     



સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો

વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળવાના છે ત્યારે કોંગ્રેસની સાથે 35 જેટલા વર્ષોથી જોડાયેલા ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસો પહેલા તેમણે પોતાના રાજીનામા અંગેની માહિતી આપી હતી અને તે બાદ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે સી. આર પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે. 


ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું - પાટીલ 

ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા સી.આર.પાટીલે કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થયા, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. ગોવાભાઈએ આવવામાં થોડું મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યાએ બેઠા હોત.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?