આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:03:35

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરી દિલ્લીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 


દિલ્લીના રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ફરી જોડી દેવામાં આવ્યા છે. પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા છે. આજે બપોરથી જ સમાચારો મળી રહ્યા હતા કે રાજભા ઝાલા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું હતું કે, "આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી પણ ભાજપની જેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે."


આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડશે મોટો ફટકો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં મોટું નામ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેઓ અમુક ખાસ કારણોની સાથે જોડાયા હતા. શરૂઆતથી જ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ મોટા પદ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજના દિવસે દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે "AAPનો CM" કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરી દીધા હતા.ત્યારે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આજે રાજભા ઝાલા પણ નારાજ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. રાભા ઝાલાએ એવું કહીને પોતાની વ્યથા ઠાલવી હતી કે આમ આદમી પાર્ટી મારો ઉપયોગ નથી કરી રહ્યું.


ગુજરાતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે, ગુજરાતની રાજનીતિ હવે બદલાતી જશે. આજે દાખલો નજર સામે છે. ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીમાં ઘણા બલદાવો આવી શકે છે અને અનેક નેતાઓના મોઢામાંથી ધાર્મિક ભાવનાઓ ભડકાવતા નિવેદનો નિકળશે, પાર્ટીઓ માટે આક્ષેપ પ્રતિઆક્ષેપો વધશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા તેનો સીધો મતલબ છે રાજકોટમાં કોંગ્રેસને હવે નુકસાન નથી થવાનું. હવે રાજનીતિમાં શું-શું બદલાવો આવશે તે જોવાનું રહેશે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?