ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા હતા કે પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનું આયોજન થશે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડની જવાબદારી હસમુખ પટેલના શિરે રહેશે. થોડા સમય પહેલા જ આ ભરતી બોર્ડની રચના કરવામા આવી હતા. ત્યારે હવે આ ભરતી બોર્ડના અધ્યક્ષની નિમણૂંક કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એલઆરડી તેમજ પીએસઆઈની પરીક્ષા યોજાશે.
IPS હસમુખ પટેલને સોંપવામાં આવી ભરતી બોર્ડની જવાબદારી
IPS હસમુખ પટેલ સિવાય ભરતી બોર્ડમાં પી.વી રાઠોડની પણ નિમણૂંક કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમમાં પી.વી.રાઠોડ ફરજ બજાવે છે. મહત્વનું છે કે હસમુખ પટેલ પ્રામાણિક અને સારી છબી ધરાવે છે. ઉમેદવારોને તેમની પર વિશ્વાસ ઘણો છે. જ્યારે ટેટ-ટાટની પરીક્ષા યોજાઈ હતી ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર ફૂટશે તેવી બીક હવે તેમને ઓછી લાગે છે કારણ કે તેની જવાબદારી IPS હસમુખ પટેલ સંભાળી રહ્યા છે. તેમના આવ્યા બાદ પેપરો ફૂટવાની ઘટનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હસમુખ પટેલ પર ઉમેદવારોને અતૂટ વિશ્વાસ છે.