ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ આવ્યા છે. ઈ- વિધાનસભાનો પ્રારંભ રાષ્ટ્રપતિના હસ્તે થયો છે. એક તરફ રાષ્ટ્રપતિ E-વિધાનસભાનું લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતાઓ લોકશાહીની હત્યા કરાઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેનું કારણ છે ગાંધીનગરના કલોલમાં બનેલી એક ઘટના જેમાં કોંગ્રેસના નેતાઓને પોલિસે ઉઠાવી લીધા હતા, તેનું કારણ હતું આજે તાલુકા પંચાયતની બેઠક હતી. જે બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના પદાધિકારીઓ જઈ રહ્યા હતા તેમાં પદાધિકારીઓની ઘોષણા થવાની હતી અને બહુમતી કોંગ્રેસ પાસે હતી, એટલે કઈક નવાજુની થવાના એંધાણ પહેલાથી જ વર્તાઈ ગયા હતા, અને કાલ રાતથી ઉથલપાથલ થવાની શરૂઆત થઇ હતી.
શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા
ગાંધીનગરના ત્રણ તાલુકા પંચાયત કલોલ, માણસા અને દેહગામને નવા પ્રમુખ મળવાના હતા,જેમાં કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે- તેમની બહુમતી ત્યાં છે. 15 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા- આમ વધારે બહુમતીના કારણે ત્યાં કોંગ્રેસનું પલળું ભારે હતું, પણ આજે પ્રમુખ ઘોષિત થાય તે પહેલા પોલીસે કોંગ્રેસના સભ્યોની અટકાયત કરી હતી અને કોંગ્રેસના શબ્દોમાં કહીયે તો અપહરણ કરી લીધું છે. આવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતે શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યો છે જેની પર લખ્યું છે કે આ કાલ રાતથી કોંગ્રેસ સભ્યોને આવી રીતે હેરાન કરાઈ રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ આ હરકત નહિ રોકે તો રાષ્ટ્રપતિને જાણ કરીશું.
પોલીસ તરફથી નથી આવી પ્રતિક્રિયા
અમિત ચાવડાએ આ ઘટનામાં લોકશાહી બચાવવા ચર્ચા કરવા રાષ્ટ્રપતિને પત્ર પણ લખી દીધો છે. શું કામ કોંગ્રેસના સભ્યોને આવી રીતે રોકવામાં આવ્યા તેની જાણકારી પોલીસ તરફથી આવી નથી. આગળ શું થશે આજે કલોલને નવા પ્રમુખ મળશે? , ગુનેહગારો વિરુદ્ધ પગલાં લેવાશે?, શું રાષ્ટ્રપતિ વિપક્ષના નેતાને મળશે? આ તમામ સવાલોના જવાબની સમય જતા જાણ થઇ જશે?