આતંકી અને ગેંગસ્ટર વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી! દેશના 6 રાજ્યોમાં હાથ ધરી તપાસ! જાણો NIAની ટીમે ક્યા કર્યું સર્ચ ઓપરેશન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 13:26:33

દેશના અનેક રાજ્યોમાં NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદી અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકોનો સપાટો બોલાવા એનઆઈએ દ્વારા દેશભરમાં લગભગ 100થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ.નીરજ બવાના સહિતના ગેંગસ્ટરોના નજીકનાઓ પર કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે.

   

દેશના 6 રાજ્યોમાં એનઆઈના દરોડા!

દેશના 6 રાજ્યોમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 100થી વધારે જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. પંજાબના મોગા ઉપરાંત નિહાલ સિંહવાલા તલવંડી ભગૌરિયામાં પણ એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબ અને ચંડીગઢમાં 65 જગ્યાઓ પર, ઉત્તરપ્રદેશમાં 3 જગ્યાઓ પર, રાજસ્થાનમાં 18 જગ્યાઓ પર, મધ્યપ્રદેશમાં 2 જગ્યાઓ પર એનઆઈએની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં બીજી વખત એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.     

9મેના રોજ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરી હતી તપાસ! 

ઉલ્લેખનિય છે કે 9 મેના રોજ એનઆઈએ દ્વારા ટેટર ફન્ડિંગ અને પાકિસ્તાનથી થઈ રહેલી આતંકી સાજિશને લઈ જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાઓમાં 8 આતંકી સંગઠનોની 15 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 100થી વધારે જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?