UP લખીમપુરમાં મોટી દુર્ઘટના 8ના મોત તો 30 ઘાયલ.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:45:15

 

ઉત્તરપ્રદેશના લખીમપૂરમાં બુધવારે મોટી દુર્ઘટના બની હતી. બ્રિજ પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ચીથરા ઊડી ગયા હતા. બસમાં ડ્રાઈવર સહિત 65 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોનાં મોત થઈ ગયાં છે. 30 લોકો ઘાયલ થયાની આશંકા વર્તાઈ રહી છે.

 

અઠરામણને કારણે બસ કચ્ચરઘાણ !!!

અથડામણને કારણે બસનો કચ્ચરઘાણ વળી ગયો અને અનેક મૃતદેહો તેમાં ફસાઈ ગયા હતા. પોલીસે બસની બોડીને ગેસ કટર વડે કાપીને મૃતદેહ અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. ટ્રક પંજાબ તરફથી આવી રહ્યો હતો. અને દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે.

 

દુર્ઘટનામાં કેટલાના થયા મોત ?

દુર્ઘટનામાં ચાર યુવાન, એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. અન્ય બે મૃતદેહ વિશે પૂરી જાણકારી નથી.  ઉપરાંત 30 જેવા લોકો ઘાયલ થયા છે .






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?