રાતના અંધકારમાં બાઈડને યુક્રેન માટે ભરી ઉડાન, ટ્રેનમાં ગુપ્ત રીતે મુસાફરી કરી પહોંચ્યા યુક્રેન, શું હતો આખો ઘટનાક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-21 18:02:26

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક એવી ઘટના બની હતી જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અચાનક યુક્રેન પહોંચી ગયા હતા. અમેરિકા દ્વારા અનેક સિક્રેટ મિશનને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે રાષ્ટ્રપતિની આ મુલાકાત પણ એક સિક્રેટ મિશન હતું. તેમની મુલાકાતની જાણ કોઈને ન થાય તેવી રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. રવિવારે સવારના સમયે જો બાઈડને ગુપ્ત રીતે વ્હાઈટ હાઉસ છોડી દીધું અને થોડા કલાકોની મુસાફરી કરી તે પહોંચી ગયા યુક્રેન.

'એરફોર્સ વન'માં સવાર થતા જો બાઈડનની તસવીર (ફાઈલ)

શું હતો આખા દિવસનો ઘટનાક્રમ 

જો બાઈડનની મુસાફરીને લઈ ટીમ દ્વારા અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડા દિવસોથી આ અંગે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનેથી પત્રકાર માટે એક માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે રવિવારે આખો દિવસ રાષ્ટ્રપતિ વોશિંગટન જ રહેશે. કામ પતાવીને તેઓ પોલેન્ડના પ્રવાસે જશે. પ્રેસ રિલીઝ જાહેર થવાના થોડા સમય બાદ ડિનર માટે રાષ્ટ્રપતિ અને તેમના પતિ ગયા. ડિનર બાદ વ્હાઈટ હાઉસ પરત ફર્યા હતા.      


એરફોર્સ વનમાં બાઈડેને શરૂ કરી સફર   

રવિવારે વહેલી સવારે કોઈને શંકા ન જાય તેવી રીતે સવારના સાડાત્રણ વાગ્યા આસપાસ તેમણે વ્હાઈટહાઉસ છોડી દીધું. વ્હાઈટ હાઉસથી 25 કિલોમીટર દૂર આવેલા જોઈન્ટ બેઝ એન્ડ્રેવ્સ નામના એરફોર્સ ખાતે ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા. ખાસ વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિ માટે તૈયાર કરાયું છે. જેને એરફોર્સ વન તરીકે ઓળખવામાં આવે છે. આ એવું વિમાન છે જેની ગતિવિધીઓ ટ્રેક નથી થઈ શકતી. આ વિમાનમાં રાષ્ટ્રપતિ માટે ઓફિસ, પર્સનલ રૂમ તેમજ મેડિકલ સુવિધા પ્લેનમાં રાખવામાં આવી છે.


ગણતરીના લોકો પ્લેનમાં પહેલેથી હતા ઉપસ્થિત 

જો બાઈડન પ્લેનમાં બેસે તે પહેલા ગણતરીના લોકો વિમાનમાં હાજર હતા જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર, રાષ્ટ્રપતિના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ, બે પત્રકારો, ઓવલ ઓફિસ ઓપરેશનના ડાયરેક્ટર, મેડિકલ ટીમ તેમજ સિક્યોરિટી ટીમના સભ્યો હાજર હતા. એક મીડિયા અહેવાલ અનુસાર પત્રકારોને પણ ગુપ્ત રીતે બોલાવામાં આવ્યા હતા અને ક્યાં જઈ રહ્યા છે તે અંગેની પણ જાણ કરવામાં આવી ન હતી. પત્રકારોને સૂચના આપી દેવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે રિપોર્ટીંગ ત્યાં સુધી નથી શરૂ કરવાનું જ્યાં સુધી રાષ્ટ્રપતિ એક ખાસ જગ્યા પર ન પહોંચી જાય. 

22 કલાક બાદ અચાનક યુક્રેનની રાજધાની કિવમાં બાઈડન ત્યાંના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે જોવા મળ્યા

પોલેન્ડથી વિમાનની બદલીમાં ટ્રેનમાં બાઈડને કર્યો પ્રવાસ  

વિમાને ઉડાન ભરી અને રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધો હતો તેની જાણ કોઈને ન હતી. પૂર્વ દિશામાં ઉડાન ભર્યા બાદ અને કલાકોની મુસાફરી કર્યા બાદ વિમાન પોલેન્ડની રાજધાની વારસો એરપોર્ટ પર લેન્ડ થયું. સુરક્ષાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ મુખ્યત્વે વિમાનમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ દુનિયાને તેમના મિશન અંગે કોઈને જાણ ન થાય તે માટે પોલેન્ડના વારસોથી ટ્રેનમાં તેમણે મુસાફરી કરી. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ સતત 10 કલાક સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. એક એક મિનિટ મુશ્કેલીભરી હતી. જો બાઈડનનું સ્વાગત અન્ય દેશોના વડાની જેમ કરવામાં આવ્યું ન હતું. રેલવે સ્ટેશનથી જો બાઈડન સીધા જ એક ચર્ચામાં ગયા જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ તેમની રાહ જોઈ રહ્યા હતા. માત્ર પાંચ મિનીટ બાદ બંને નેતાઓ કિવના રસ્તાઓ પર જોવા મળ્યા હતા.   


યુક્રેનના રાષ્ટ્રપતિ પહેલેથી જ જોઈ રહ્યા હતા જો બાઈડેનની રાહ 

જો બાઈડેન કિવ પહોંચે તે પહેલા જ આખા વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરી દેવાયો હતો. તે ઉપરાંત યુક્રેન સ્થિત અમેરિકાની એમ્બસીમાં સ્થિત અમેરિકન મરીન કમાન્ડોને સ્ટેન્ડ બાય રખાયા હતા. જો બાઈડનની મુલાકાત દરમિયાન અસુરક્ષા ન સર્જાઈ હતી અને જો સુરક્ષા વ્યવસ્થામાં ચૂક સામે આવી હોત તો તેમને ગણતરીના કલાકોમાં પોલેન્ડ ખસેડવાનો પ્લાન હતો. મળતી માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે જ રશિયાની સરકારને તેમના પ્રવાસ અંગે જાણકારી આપવામાં આવી હતી. યુક્રેનમાં બાઈડન 5 કલાક સુધી રોકાયા હતા. બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ થોડા સમય માટે રસ્તા પર ચાલ્યા હતા.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?