રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસમાં જબદસ્ત ઉછાળો આવ્યો છે, લગભગ દરરોજ હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. તેમાં પણ નાની વયના કિશોરો અને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે જાણીતા 35 વર્ષીય સાગર દેસાઇનું હૃદય રોગનો હુમલો થવાની મોત નીપજ્યું છે. મળતી જાણકારી મુજબ અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું એક વખત તો તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જો કે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈના અચાનક મોતથી તેમના પરિવાર અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. ભુવાજીના પાર્થિવ દેહનો તેમના વતનના ગામ ધોલવાણીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.
સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ઉલ્લેખનિય છે કે જે રીતે હાર્ટ એેટેકના કિસ્સા વધી રહ્યા છે તેનાથી સરકાર પણ ચિંતિંત છે. સરકારે નવરાત્રિમાં ખૈલૈયાઓનું સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગે ગરબા આયોજકોએ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તબીબ સુવિધા સ્ટેન્ડ બાય રાખવાની સુચના આપી છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે.