ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ભૂવાજી મોતને ભેટ્યા! સતત વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-27 13:28:26

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ સ્પોર્ટસ કરતી વખતે એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ભૂવાએ ધૂણવાનું શરૂ કર્યું હતું. જેને લઈ લોકોને માતાજીનો પવન આવવાની વાત થઈ રહી હતી. પરંતુ ભૂવા પછી ઉભા જ ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી જ્યારે ખબર પડી કે ભૂવા મોતને ભેટ્યા છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


નથી ખબર આવનાર ક્ષણ શું લઈને આવશે...   

અનેક દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એટેક આવવાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ બેડમિંટન રમતા રમતા કાળનો કોળિયો બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. 


ધૂણતા ધૂણતા ભૂવાજી મોતને ભેટ્યા 

ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેકને કારણે એક ભૂવાજીનું મોત થયું છે તેવી માહિતી મળી રહી છે. હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવા મોતને ભેટ્યા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ભૂવાજીએ ધૂણવાનું શરૂ કર્યું. 65 વર્ષના મકાભાઈ ગોહિલ નામના ભૂવા ધૂણી રહ્યા હતા. ધૂણતા ધૂણતા તેઓ જમીન પર પાથરેલા ગાદલા પર બેસી જાય છે અને પછી અચાનક ઢળી પડે છે. ઢળી પડ્યા બાદ થોડા સમય બાદ પણ ભૂવા ઉભા ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ખબર પડી કે તેમનું મોત થઈ ગયું છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


અનેક યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ 

તે પહેલા એવી ઘટના સામે આવી છે જેમાં પિતા સાથે વાત કરતા દીકરાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. તે પહેલા ડાન્સ કરતા યુવક ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. તે પહેલા કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો તો તે પહેલા બેડમિનટન રમતા રમતા યુવક કાળનો કોળિયો બન્યો હતો. ત્યારે મળતી માહિતી પ્રમાણે 2 મહિનામાં 10થી વધુ યુવકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોનાને બાદ યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ સતત વધી રહ્યું છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...