ભૂપેન્દ્ર પટેલ કાલે લેશે CM તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-11 15:18:07

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગઈ કાલે કમલમ ખાતે વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આવતી કાલે એટલે કે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી  તરીકેના શપથ લેવાના છે. આ શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવવાના છે.

Image


12 ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ   

182માંથી ભાજપે 156 સીટો પર જીત હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ ભાજપે જોરશોરથી વિજયની ઉજવણી કરી હતી. ગુજરાતના અનેક સ્થળો પર તેમજ દિલ્હીના મુખ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બની ગુજરાતની કમાન સંભાળવાના છે. ગાંધીનગર ખાતે શપથ વિધી સમારોહ યોજાવાનો છે. 


PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ 28મીએ ગુજરાતની મુલાકાતે, PM કચ્છમાં વિકાસ  કામોનું લોકાર્પણ કરશે, તો અમિત શાહ નેશનલ ફોરેન્સિક યુનિ.ના પદવીદાનમાં ...

PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

આ સમારોહને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાત આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને તેઓ આજ સુધીમાં ગુજરાત આવવાના છે. આ પહેલા ગઈ કાલે વિધાયક દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને દિલ્હીનું તેળું આવ્યું હતું. અને એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે થયેલી બેઠકમાં મંત્રીમંડળને લઈ ચર્ચા કરવામાં આવી છે અને નામો પર મોહર લગાવામાં આવી છે.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...