ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે છે. રામલલ્લાના દર્શન કરવા માટે સીએમ અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિ થોડા સમય બાદ મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે પરંતુ તેની પહેલા મંદિરના દર્શને, એ સ્થળ જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યાંના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ રામલલ્લાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ હનુમાન દાદાના પણ દર્શન કર્યા છે.
અયોધ્યા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
થોડા દિવસો બાદ એ ક્ષણ આવવાની છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આતુરતાથી લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર પીએમ મોદી રામલલ્લાની મૂર્તિને પ્રસ્થાપિત કરશે. ટાઈમ અને તારીખ આવી ગયા છે માત્ર એ દિવસની પ્રતિક્ષા થઈ રહી છે. મંદિરમાં ભગવાન જાય તે પહેલા ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે.