'બિપોરજોય' વાવાઝોડા રૂપી હોનારતનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાથી જાનમાલના રક્ષણ માટે આગોતરા પગલા ભરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં 'બિપોરજોય' વાવાઝોડાની સંભવિત કુદરતી આફતને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે.
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે સૌ નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરી સાવચેતીના તમામ પગલા લેવાની ખાસ અપીલ કરું છું. આપણે સૌ જરૂરી સાવધાની રાખીને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો પ્રયાસ કરીએ. pic.twitter.com/0QVrvjOAGS
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 13, 2023
શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે?
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે સૌ નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરી સાવચેતીના તમામ પગલા લેવાની ખાસ અપીલ કરું છું. આપણે સૌ જરૂરી સાવધાની રાખીને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો પ્રયાસ કરીએ. pic.twitter.com/0QVrvjOAGS
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 13, 2023મુખ્યમંત્રીએ બિપોરજોય વાવાઝોડાની આ સંભવિત વિપત્તીને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. CM પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપીલમાં જણાવ્યું કે, ઝીરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. આ સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશિકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નીકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ.આ સાથે સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે. આવા સમયે રાજ્ય સરકાર દિવસ-રાત સૌની સલામતી માટે સેવારત છે.