ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ભાજપે 156 સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે 17 સીટો મેળવી છે. આજે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ શપથ લેવાનું છે. ત્યારે કાલે એવી વાતો સામે આવી રહી હતી કે વિસાવદરના આપના નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભૂપત ભાયાણીએ વાતનો ઈન્કાર કર્યો છે. ઉપરાંત આ અંગે વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.
AAPના વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ભાયાણીનો વિડીયો સંદેશ:
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) December 11, 2022
"મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા મેસેજ ફરતા થયા છે. હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. જનતાએ મારી પર વિશ્વાસ મૂકી ભવ્ય જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી" pic.twitter.com/mesUNlV6g4
હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું - ભૂપત ભાયાણી
આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. દરેક પાર્ટીએ પોતાની રીતે મહેનત કરી હતી. ભાજપને આ વખતે ઐતિહાસિક જીત મેળવી તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 ભાજપને ફાળે ગઈ છે. આપે પણ ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે એવી વાતો ચર્ચાઈ રહી હતી કે વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાતને ભૂપત ભાયાણીએ અફવા ગણાવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી.
વીડિયો બનાવી આપી પોતાની પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર આ અંગે વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા સમાચાર વહેતા થયા છે. જનતાએ વિશ્વાસ રાખી મને જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી