કચ્છીઓની લાગણી સાથે જોડાયેલું હમીરસર તળાવ થયું ઓવરફ્લો, કચ્છીઓમાં વ્યાપી ઉઠી ખુશીની લહેર, નગરશેઠ કરશે પાણીના વધામણા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-09 18:26:07

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. જેને લઈ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનેક ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જે ક્ષણની કચ્છીઓ રાહ જોતા હોય છે તે ક્ષણ રવિવાર બપોરે આવી ગઈ છે. જે તળાવ સાથે કચ્છીઓની લાગણી જોડાયેલી છે તેવો હમીરસર તળાવ પાણીથી છલોછલ છલકાઈ ગયો છે. કચ્છનો તળાવ છલાકાતા કચ્છીઓમાં વિશેષ પ્રકારની લાગણી જોવા મળતી હોય છે, તળાવ ઓવરફ્લો થતાં તેઓ  માને છે કે ખરા અર્થમાં મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે.

 


છલોછલ ભરાયેલા તળાવને જોવા લોકો ઉમટ્યા!

સમગ્ર રાજ્યમાં વરસાદે સારી એવી પધરામણી કરી છે. અનેક જિલ્લાઓમાં અનેક ટકા વરસાદ ચોમાસાની શરૂઆત થતાં જ વરસી ગયો હતો. હજી સુધી વરસેલા વરસાદને કારણે ભુજમાં સરેરાશ વાર્ષિક વરસાદના 144 ટકા વરસાદ વરસી ગયો છે.  સારો એવો વરસાદ થતાં હમીરસર તળાવ ફરી છલકાતું થયું છે. પાણીથી છલોછલ થયેલા તળાવને જોવા કચ્છવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તળાવમાં છલકાતા પાણીના દર્શન કરી કચ્છવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ઐતિહાસિક તળાવ સાથે જોડાયેલી છે કચ્છીઓની લાગણી 

હમીરસર તળાવને કચ્છી માત્ર તળાવ નથી માનતા પરંતુ તેની તળાવ સાથે સદીઓની લાગણીઓ જોડાયેલી છે. સદીઓ પહેલા રાજવી રાવ ખેંગારજીએ આ તળાવ બંધાવ્યું હતું. પિતાની યાદમાં તેમણે તળાવનું નામ રાવ હમીરજીના નામ રાખ્યું હતું. સદીઓ પહેલા બનેલા આ તળાવે પણ કચ્છીનો સાથ નથી છોડ્યો. તળાવે કચ્છના લોકોને પાણી પૂરૂં પાડ્યું છે.  આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે કચ્છી ભલેને દુનિયાના કોઈપણ ખૂણે વસતો હોય પરંતુ જ્યારે તળાવ પાણીથી છલકાય ત્યારે તે ઘરે કંસાર બનાવી પાણીના વધામણા કરે છે.  


કચ્છની સરકારી કચેરીમાં આવતી કાલે રહેશે રજા 

ચોમાસાની શરૂઆત થાય ત્યારથી કચ્છીઓ હમીરસર તળાવ છલકાય તેની રાહ જોતા હોય છે. ગમે તે મહિનો કેમ ન ચાલતો હોય પરંતુ જ્યારે તળાવમાં પાણી છલકાય તે દિવસને તેઓ દિવાળીની જેમ ઉજવે છે. પહેલા એટલે કે રાજાના સમયમાં રાજવી પરિવાર તળાવના કિનારે આવી પાણીના વધામણા કરતા હતા પરંતુ સમય બદલાયો એટલે હવે પાણીના વધામણા નગરપાલિકાના પ્રમુખ કરે છે. શાસ્ત્રોક્ત વિધીથી પાણીને આવકારવામાં આવે છે. આ તળાવ છલકાય તેના બીજા દિવસે સમગ્ર કચ્છની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?