CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા ભુજના ચીફ ઓફિસર,સરકારે કરી આકરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-30 12:41:51

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાષણ દરમિયાન ઊંઘવું ભૂજના ચીફ ઓફિસરને ભારે પડ્યું છે. રાજ્ય સરકારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે શિસ્તભંગના પગલા લેતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂજના ચીફ ઓફિસર જીગર પટેલ સીએમના કાર્યક્રમ દરમિયાન બેફિકરાઈથી ઊંઘતા જોવા મળ્યાં હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. અંતે સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.


CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા


કચ્છમાં ભૂકંપના બે દાયકા બાદ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ગઈ કાલે 29 એપ્રીલે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સરકારના વિકાસ કાર્યની ગાથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં કરી રહ્યાં હતા. તેમજ અધિકારીઓને મહત્વના સુચનો આપતા હતા. આ દરમિયાન શ્રોતાગણમાં બેઠેલા ભૂજના ચીફ ઓફિસર જીગર પટેલ આ બધાથી તદન અજાણ અને શાંતિથી ઊંઘતા કેમેરામાં કેદ થયા હતા. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...