જે વિદ્યાર્થીઓ કોલેજ રેગ્યુલર નથી જઈ શકતા તે external student તરીકે અભ્યાસ કરે છે. રેગ્યુલર અને બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અનુસ્નાતક માટે એક જ હોય છે... ભણવાનું ના બગડે તે માટે external student તરીકે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. પરંતુ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીથી એક મામલો સામે આવ્યો છે જેમાં સ્નાતકના external student તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સવાલ છે કે ત્રીજા વર્ષની પરીક્ષા બાકી હોવા છતાં અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.

અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે..
સ્નાતકની પરીક્ષા પૂર્ણ થયા પછી, પરિણામ આવ્યા બાદ અનુસ્તાનકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હોય છે. પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ જતી હોય છે પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીથી એક સમાચાર સામે આવ્યા કે સ્નાતકના બાહ્ય અભ્યાસક્રમના ત્રીજા વર્ષની પરીક્ષા બાકી હોવા છતાં અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. એક તરફ external વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ અને બીજી તરફ અનુસ્નાતક માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી..

વિદ્યાર્થીઓનું માનવું છે કે...
સ્નાતક પરીક્ષા આપી રહેલા external વિદ્યાર્થીઓનો સવાલ છે કે ત્રીજા વર્ષની તો પરીક્ષા જ નથી લેવાઈ, પરીક્ષા ક્યારે લેવાશે તે અંગેની માહિતી પણ સામે આવી નથી પરંતુ તે પહેલા અનુસ્નાતક માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.. પરીક્ષા લેવાયાના અનેક દિવસો બાદ પરિણામ આવે છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે જ્યાં સુધી પરિણામ આવશે ત્યાં સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હશે. તો તેમનું એક વર્ષ બગડશે..
વેબસાઈટમાં નથી મૂકવામાં આવી માહિતી
વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે પરીક્ષાની તારીખને લઈ, કોલ લેટરને લઈ વેબસાઈટ પર કશું મુકવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓને મળેલી અંદરની માહિતી એવું કહે છે કે ૭/૭/૨૦૨૪ પછી ત્રીજા વર્ષેની પરીક્ષા લેવાશે. તો બાહ્ય અભ્યાસક્રમના ત્રીજા વર્ષેની પરીક્ષા ક્યારે લેવાશે અને તેનાં અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશની પ્રક્રિયા કેવી રીતે અને ક્યારે થશે?
જો પરીક્ષા નહીં લેવાય તો...
એવી પણ માહિતી સામે આવી છે કે અનુસ્તાનકનો છેલ્લો તબક્કો પ્રવેશ માટેનો 14 જૂને હતો, તે તારીખ જતી રહી છે. અંદરની માહિતી વિદ્યાર્થીઓને કહી રહી છે કે અનુસ્તાનકનો છેલ્લા તબક્કો પ્રવેશ માટેનો 24 તારીખ છેલ્લી છે. હજારો external studentsનો પ્રશ્ન છે કે પરીક્ષા ના લેવાઈ હોવાને કારણે તેમને અનુસ્નાતકમાં પ્રવશે નહીં મળે.. જ્યારે પરિણામ આવશે પરીક્ષાનું ત્યારે પ્રવેશ પ્રક્રિયા નહીં ચાલતી હોય..
વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે તે માટે...
આ માત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સમસ્યા નથી પરંતુ અને અન્ય યુનિવર્સિટીઓમાં આ જ પ્રોબ્લેમ છે તેવી વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વર્ષે સરકારી યુનિવર્સિટીઓની સ્નાતક અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા એક જ રીતે અને ઓનલાઇન અરજી કરવાથી થશે. ત્યારે વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નોનો જવાબ જલ્દી મળે તેવી આશા કારણ કે જવાબ ના મળવાથી અનેક વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડી જતું હોય છે..