ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ હતી. રાજકોટ લોકસભા બેઠક સૌથી વધારે ચર્ચામાં રહી કારણ કે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો. તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠક તેમજ અમરેલી લોકસભા બેઠક ચર્ચામાં રહી.. બંને ઉમેદવારો દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય હતો. ત્યારે ગેનીબેન અને જેનીબેન ઠુમ્મરને લઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. બંને મહિલા ઉમેદવારના તેમણે વખાણ કર્યા હતા.. તેમણે કહ્યું કે આ બે બેન તો સુપરસ્ટાર છે...
ભાવનગરમાં યોજાયો કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે પરંતુ ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનો પૂરૂ થવાનું નામ નથી લઈ રહ્યા.. આ વખતની લોકસભામાં અનેક બેઠકો એવી હતી જ્યાં મહિલાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો જ્યારે અમરેલીમાં જેનીબેન ઠુમ્મરે માહોલ બનાવ્યો હતો. આ બધા વચ્ચે ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે...
શું કહ્યું જેનીબેન ઠુમ્મરે?
જેનીબેન ઠુમ્મરે ભાષણ આપતી વખતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આટલી મોટી ચૂંટણી લડવાનો તક મને જીવનમાં પ્રથમ વખત, આટલી નાની વયે લોકસભાની ચૂંટણી લડવી, એમાં અનેક અનુભવો થવા, કારણ કે સમય, આ વખતની ચૂંટણી લડવાનો ખરેખર ખુબ કપરો હતો.. પોતાનો અનુભવ તેમણે શેર કર્યો હતો.. પોતાના ભાષણ દરમિયાન તેમણે પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો. માનનીય પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના મુખે મા સરસ્વતી બિરાજમાન હતી જે કેટલાય સમયથી કોપાય માન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું.
પીએમ મોદી વિશે જેનીબેને કરી આ વાત.
તે સિવાય જેની ઠુંમરે પોતાના નિવેદનમાં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ થોડા સમય પહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો કોંગ્રેસ અને સપા સત્તા પર આવી જશે તો તે રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે.. તે સિવાય પીએમ મોદીએ આપેલા નિવેદનોની તેમણે વાત કરી હતી.
જેનીબેન અને ગેનીબેનના શક્તિસિંહ ગોહિલે કર્યા વખાણ
ભાવનગર આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જેનીબેન અને ગેનીબેનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની આ ચૂંટણીમાં મહિલા સન્માન મોટું કરી દીધું છે. શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જાહેર મંચ ઉપરથી કહ્યું કે આ ચૂંટણી હીરો આધારિત નહીં પણ હીરોઈન આધારિત રહી છે. ગુજરાતમાં જ્યાં કોઈ ઉમેદવાર પુરુષના નામ લેવાતા નહોતા તે દરેક જગ્યા પર જેનીબેન અને ગેનીબેનના નામ લેવાતા હતા.. મહત્વનું છે કે મહિલા ઉમેદવાર દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવી દેવાયો હતો અને આ માહોલ પરિણામમાં ફેરવાય છે કે નહીં તે ચોથી જૂને ખબર પડશે..