ભાવનગરમાં નિકળી ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા, ભગવાનનાં દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-06-20 14:18:52

દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા આજે ભાવનગર શહેરમાં નિકળી હતી. ભાવનગર શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી વિધિવત પ્રારંભ થયો હતો. ભાવનગરમાં "છેડાપોરા" અને "પહિન્દ" વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી અને મહારાજા વિજયરાજસિંહજીના હાથે પહિન્દ વિધિ કરવામાં આવી હતી. ભાવનગરમાં 17.5 કિલોમીટરના રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. રથયાત્રાના પ્રસ્થાન વેળાએ  ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધરીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા સંતો-મહંતો સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.


ભાવનગરના 17.5 કિ.મીના રૂટ પર રથયાત્રા


ભગવાન જગન્નાથજીની રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટ પર નિકળી ત્યારે ભાવિક ભક્તો દ્વારા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ મંડળો તથા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, રાત્રીના રથયાત્રા ભગવાનેશ્વર મંદિર ખાતે પરત ફરશે. રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર રૂટ પર કેસરિયા ધજા અને કમાનો નાખી સુશોભન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત શહેરની મુખ્ય બજારમાં આકર્ષક કમાનો અને વિશાળ કટ આઉ્‌ટો સહિત પણ લગાવી દેવામાં આવ્યા છે, આજે રાત્રીના ઘોઘાગેટ ચોક ખાતે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રથયાત્રામાં માનવ મહેરામણ ભગવાનનાં દર્શન માટે ઉમટી પડ્યું હતું. રથયાત્રા સુભાષનગર નિજ મંદિરે રાત્રે 10 વાગે નિજ મંદિર પરત ફરશે.


રથયાત્રામાં આ રહ્યા મહત્વના આકર્ષણો


ભાવનગરની રથયાત્રામાં મીની ટ્રેઈન, વાંદરો, નાસિક ઢોલ, તોપ, તેમજ 100થી વધુ ટ્રક, બે જીપ, 20 ટ્રેક્ટર, 15 છકરડા, 2 ગજરાજ, 6 ઘોડા અને 4 અખાડા સહિત જુદી જુદી રાજ મંડળીઓ અને ગણેશ ક્રીડા મંડળ દ્વારા જીમનાસ્ટીક, સ્કેટિંગના દાવપેચ, બોડી બિલ્ડર્સ, સત્સંગ મંડળો, ડોલ નગારા તેમજ ડીજે સિસ્ટમએ લોકોમાં ગજબનું આકર્ષણ જગાવ્યું હતું


જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


ભાવનગરમાં રથયાત્રાની સુરક્ષાને લઇ ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા જડબેસલાક  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં DySP–15, PI–44, PSI–144, પોલીસ- 2000થી વધુ (મહીલા સહિત ), SRP-5 કંપની, BSF-3 કંપની, હોમગાર્ડ-1500થી વધુ (મહીલા સહિત), વિડીયોગ્રાફરો-24, ડ્રોન–3, વોચ ટાવર–12, ગ્રુપ+ગામા મોબાઇલ- 38, બાઇક પેટ્રોલિંગ -15, ઘોડેસવાર–32, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ–12, મેડિકલ ટીમ-4, ફાયર ફાયટર-4 તૈનાત કરવામાં આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?