સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો આ નિર્યણનો વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જગતના તાતે વિરોધ દર્શાવ્યો છે. કોઈ વખત રસ્તા પર ખેડૂતો ડુંગળી ફેંકે છે તો કોઈ વખત ગળામાં ડુંગળીનો હાર પહેરી પોતાનો વિરોધ નોંધાવે છે. ત્યારે ભાવનગરના સિહોર તાલુકામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. નિકાસ બંધ થવાને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
Bhavnagar | ડુંગળીની નિકાસબંધીને લઈ ગુજરાતમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ #bhavnagar #farmer #onion #protest #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/YqRQN1cHs8
— Jamawat (@Jamawat3) December 29, 2023
ડુંગળી પકવતા ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો
ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં જમવાનું પહોંચે છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોના આર્થિક સ્થિતિ અંગેની વાત આવે છે ત્યારે તેમની સ્થિતિ કફોડી બનતી દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે આપણી સામે જેમાં ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો પર મુસીબત આવી પડી છે કારણ કે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ખેડૂતોએ કાઢી ડુંગળીની અંતિમ યાત્રા
ડુંગળી પકવતા ખેડૂતો સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરી રહ્યા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડુંગળીને રસ્તા પર ખેડૂતો ફેંકી રહ્યા છે. નિકાસબંધીનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેવી માગ કરી રહ્યા છે કે સરકાર આ નિર્ણયને પરત લે. ભાવનગરમાં સિહોર તાલુકામાં પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ત્યારે હવે ઘોઘા તાલુકામાં પણ ખેડૂતોએ ડુંગળીને લઈ વિરોધ કર્યો. ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. અંતિમ યાત્રા તો કાઢી પરંતુ સાથે સાથે સરકાર પર આરોપ પણ લગાવ્યા કે સરકારે ડુંગળીનો પાક બગાડી નાખ્યો.
Bhavnagar | ડુંગળીની નિકાસબંધીને લઈ ગુજરાતમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ #bhavnagar #farmer #onion #protest #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/YqRQN1cHs8
— Jamawat (@Jamawat3) December 29, 2023