ભાવનગરના ડોક્ટરનો ગળેફાંસો ખાઈ આપઘાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:44:25

થોડા સમય પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે આપઘાત કર્યો હતો ત્યારે આજે ભાવનગરથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિંહોર ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.  


હરીઓમ સોસાયટી લુવારવાવ રોડ મોરલા પાસે બાપા સીતારામ ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે દવાખાના અંદર ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સ્થાનિકોને આપઘાતનું કારણ પૂછતા કોઈ માહિતી નથી મળી. ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કર્યાની માહિતી અત્યારે મળી રહી છે. ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર માનસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસ મોતના કારણની માહિતી મેળવી રહી છે. ડોક્ટરે આપઘાત કર્યાના કારણો પોલીસ તપાસમાં બહાર આવી શકે તેવી સંભાવના છે. આપઘાત કરનાર યુવક ઢૂંઢસર ગામના વતની હોવાની માહિતી મળી રહી છે.  


ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે થોડા દિવસ પહેલા જ ચારિત્ર્ય પર શંકા કરવાથી કંટાળી સુરતમાં 8 વર્ષના દિકરા સાથે માતાએ કૂદીને આપઘાત કર્યો હતો, વડોદરાના મુજમહુડા વિસ્તારમાં 26 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. અઠવાડિયા પહેલા બનાસકાંઠામાં નર્મદા નદીમાં કૂદીને સામૂહિક આપઘાતની ઘટના બની હતી.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.