ભાવનગર-તળાજા નેશનલ હાઈવેના શેત્રુંજી પુલ પાસે એક ગોઝારો અકસ્માત થતાં ચાર લોકોના કરૂણ મોત થયા છે. કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતનો બનાવ બનતા ત્રણ લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એકને સારવાર દરમિયાન 108 માં લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન મોત થયું.
ચાર મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના
નેશનલ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિનો ભોગ લેવાયો છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં એક મહિલાનો મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તમામ ચાર મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઝઘડિયાથી અંબાજી જતી ST બસ ડાકોર-કપડવંજ રોડ પર લાભપુરા પાસે બસ પલટી ખાઈ ગઈ. રખડાતા ઢોરના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક ઢોર વચ્ચે આવી જતા એસ.ટી.બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દીધો હતો. જેના પગલે 40 જેટલા મુસાફરોને લઈ જતી બસ પલટી ખાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની સહાયથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જો કે 6 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા 108એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ત્યાર પછી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સારવાર શરૂ કરી દેવાઈ હતી.