કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા અનેક કલાકોમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. કાલે રાત્રે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આજે સત્તાવાર રીતે તેમણે કેસરિયો ધારણ કર્યો છે. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ભાજપમાંથી મળી શકે છે ટિકિટ
ગુજરાતમાં ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાની પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઝાલોદના ધારાસભ્યે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું જે બાદ તે ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે કમલમ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાયા પછી તેમને ઝાલોદથી ઉમેદવારી ટિકિટ આપવામાં આવી શકે છે કારણ કે ભાજપે ત્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.