યુવા કલાકાર ભાસ્કર ભોજકને ભરખી ગયો હ્રદય રોગ, કલાકારોમાં ગમગીનીનો માહોલ છવાયો


  • Published By :
  • Published Date : 2023-10-01 17:50:06

રાજ્યમાં હાર્ટ એટેકથી થતો મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે, કોરોના બાદ હાર્ટ એટેકથી મૃત્યુની ઘટનાઓમાં આવેલા ઉછાળાથી લોકો ચિંતિત બન્યા છે. દર બે-ત્રણ દિવસે હાર્ટ એટેકથી મોતના સમાચાર આવતા જ રહે છે. જેમ કે આજે ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર ભાસ્કર ભોજકનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. તેઓ 39 વર્ષના હતા. તેઓ મુંબઈ રહેતા હતા અને દાહોદ ખાતે ‘બે અઢી ખીચડી કઢી’ નાટકનો શો કરવા આવ્યા હતા. આ ડ્રામામાં સંજય ગોરડીયા સહિત ઘણા જાણીતા કલાકાર હતા. 39 વર્ષીય ભાસ્કર ભોજકના મોતની ખબર સાંભળી સૌ કોઈને આઘાત લાગ્યો છે. આશાસ્પદ કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.


નાટક ભજવવા દાહોદ આવ્યા હતા


દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંસ્કાર કેન્દ્ર દ્રારા ગત રાત્રે પ્રસિદ્ધ રંગ મંચ કલાકાર સંજય ગોરડિયા અભિનિત 'બે અઢી ખીચડી કઢી' નાટકના શોનું આયોજન કરવામા આવ્યું હતું. આ નાટકમાં ભાસ્કર ભોજક નામના એક 39 વર્ષીય યુવાન કલાકારનો પણ રોલ હતો. ભાસ્કર ભોજકના નાટકમા બે રોલ હતા. તેઓએ પ્રથમ તોતડા કોન્સ્ટેબલનો રોલ ભજવ્યો અને ત્યારબાદ તેઓએ જ પોલીસ ઈન્સ્પેક્ટરની અદાકારી નિભાવી હતી. નાટક પૂર્ણ થયા બાદ ભાસ્કર ભોજકને અચાનક જ હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સહ કલાકાર સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ દોડી ગયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. 


કલાકારોની ઓળખવિધી દરમિયાન આવ્યો હાર્ટ એટેક 


'બે અઢી ખીચડી કઢી' નાટક પૂર્ણ થયા બાદ નાટકના મુખ્ય કલાકાર સંજય ગોરડિયા સહ કલાકારોની શ્રોતાઓને ઓળખ કરાવી રહ્યા હતા. ત્યારે સ્ટેજ પર દરવાજા પાસે ભાસ્કર ભોજક પણ ઉભા હતા અને તે સમયે જ તેઓને એકાએક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ મંચ પર જ ફસડાઈ પડતા દોડધામ મચી ગઈ હતી. શો મા કેટલાક તબીબો પણ ઉપસ્થિત હતા તેઓએ ભાસ્કર ભોજકને સીપીઆર તેમજ માઉથ ટુ માઉથ શ્વાસો શ્વાસ આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ રિધમ હાર્ટ ઈન્સ્ટીટયુટમાં ફોન કરી દીધો હોવાથી એમ્બ્યુલન્સ પણ આવી પહોંચતા તેઓને હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા.  હોસ્પિટલના તબીબોએ ભાસ્કર ભોજકની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ મુંબઇના મીરા રોડ ખાતે રહેતા હતા. તેમના મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો છે અને અહીં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પરિવાર વિશે હાલમાં કોઇ જાણકારી મળી નથી.


આ જાણીતા નાટકોમાં કર્યો હતો અભિનય


ભાસ્કર ભોજકે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. તેમના જાણીતા નાટકોમાં ‘છેલ છબીલો ગુજરાતી’, ‘પરણેલા છો તો હિંમત રાખો’, ‘ઝીરો બની ગયો હીરો’, ‘અરે વહુ હવે થયું બહું’, ‘આ નમો બહુ નડે છે’, ‘અમે ડાર્લિંગ એકબીજાના’, ‘આપણું બધું કાયદેસર છે’, ‘સુંદર બે બાયડીવાળો’, ‘બૈરાઓનો બાહુબલી’, ‘બે અઢી ખીચડી કઢી’ વગેરેનો સમાવેશ થાય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?