ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર અંગે કરી આ સોશિયલ મીડિયા પોસ્ટ


  • Published By :
  • Published Date : 2023-05-11 18:58:41

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત પોતાની જ પાર્ટીની સરકારને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરશે તેમ પોસ્ટ કરી જણાવ્યું છે. મનસુખ વસાવાની આ સોશિયલ મીડિયા પોસ્ટથી ફરી એક વખત જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.



મનસુખ વસાવાએ સો.મીડિયામાં પોસ્ટમાં શું લખ્યું?


નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ 2023 ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદ નું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવેલ અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓ એ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા. પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓ ના મળતીયાઓની એજન્સીઓ ના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવ્યા અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓ ને અનુકૂળ, ગાઈડલાઈન માં સુધારો કર્યો. હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો એ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.


આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, DRD નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેઓએ ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓ ની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?