ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાલી ખુરશી જોઈ અકળાયા! પદાધિકારીઓને ખખડાવ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-10-15 17:11:54

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે.. અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા પણ જોવા મળે છે.. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે કારણ કે ખુરશી ખાલી જોઈ તેમને પિત્તો ગયો અને તે બગડ્યા છે.. આખી વાત એમ હતી કે રાજપીપળામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સ્પીચ ચાલી રહી હતી અને એક એક કરી લોકો ઉઠીને જવા લાગ્યા.. તે વખતે સાંસદ ગુસ્સે થઈ ગયા..

વિકાસ સપ્તાહની થઈ રહી છે ઉજવણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.. અનેક શહેરોમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આ કાર્યક્રમનું આયોજન ભરૂચના રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.. 




મનસુખ વસાવા બગડ્યા! 

કાર્યક્રમમાં આવેલા લોકો ધીરે ધીરે કરી જવા લાગ્યા તેને જોઈ સાંસદનો પિત્તો ગયો અને તે ગુસ્સે થઈ ગયા.. તેમણે કહ્યું કે વિકાસની વાતો થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે.. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમ જતા નથી..તે સિવાય પદાધિકારીઓ માટે પણ તેમણે વાત કરી હતી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે