ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બિસ્માર રસ્તાઓ મુદ્દે સરકારને લખ્યો પત્ર, જાણો શું રજુઆત કરી


  • Published By :
  • Published Date : 2023-10-20 16:00:07

ગુજરાતમાં બિસ્માર રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાજ્યના તુટેલા રસ્તાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો પણ હજુ પણ રસ્તાઓની હાલતમાં કોઈ સુધારો થયો છે. રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં તો રસ્તાનો સ્થિતી સૌથી વધુ ખરાબ છે. આ મુદ્દે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી જરૂરી કામગીરી શરૂ કરાવવા વિનંતી કરી છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ પણ કર્યું છે.


મનસુખ વસાવાએ શું રજુઆત કરી?


ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર થી નેત્રંગ,અંકલેશ્વરથી ઉમલ્લા, ભરૂચ થી ગુમાનદેવ તથા ભરૂચ થી દહેજ, ભરૂચ થી જંબુસર, આમોદથી કરજણ તથા જિલ્લા પંચાયતના રસ્તાઓ ભારે વરસાદથી ખુબ જ મોટા પાયે તૂટી ગયા છે, ઠેર ઠેર ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, તે તાત્કાલીકથી નવા બનાવવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ચોમાસામાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાજ્યધોરી માર્ગ સહિત અનેક ગામના માર્ગ બિસ્માર બન્યા છે. અંકલેશ્વર – વાલિયા અને નેત્રંગમાં અતિવ્યસ્ત રોડ ઉપરથી વાહનો પસાર થાય ત્યારે  ઊડતી ધૂળને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. અનેક રજૂઆત કરવા છતાં કોઇ તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી ન થતાં કોંગ્રેસ હવે આ મુદ્દે  મામલે આંદોલન કરી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?