ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે.. મનસુખ વસાવા અને ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે થતી હોય છે. આજે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવી છે પરંતુ ઉમેદવારોની નહીં પરંતુ એક યુવાનની.. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવા એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ દરમિયાન સ્ટેજ પર એક યુવક ચઢી જાય છે અને સાંસદ મનસુખ વસાવાને સવાલ કરે છે.. કયા કામો નથી થયા તેની વાત યુવાન કરી રહ્યો છે તેવું વીડિયોમાં દેખાય છે.
સાંસદને યુવકે પૂછ્યા કામ અંગે સવાલ!
લોકસભા ચૂંટણીની શરૂઆત દેશમાં થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન થઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત થવાની છે.. અનેક વખત એવો સવાલ કરવામાં આવતો હોય છે કે જનતા પોતાના માટે અવાજ નથી ઉપાડતી. પોતાને પડતી મુશ્કેલી માટે નથી બોલતી. જો કામ નથી થયા તો નથી બોલતી વગેરે વગેરે.. આ બધામાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સવાલ કરી રહ્યો છે કે ગણાવી રહ્યો છે કે આ કામ નથી થયું , આ કામ નથી થયું...
પ્રશ્નના જવાબમાં સાંસદે કર્યો આ ઉલ્લેખ
એવું લાગતું હતું કે સાંસદ મનસુખ વસાવા યુવાનના પ્રશ્નનો જવાબ આપશે પરંતુ તેમણે જવાબ ના આપ્યો. મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યો અને તે વિશે વાત કરી.. પરંતુ યુવાનના સવાલનો જવાબ ના આપ્યો... સાંસદના મૌન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..