Bharuch Loksabha : Vasava Vs Vasavaનો જંગ, Chaitar Vasavaએ કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-07 13:06:13

ભરૂચ લોકસભા બેઠકને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે આમ આદમી પાર્ટી તરફ લોકસભાના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભરૂચ લોકસભામાં આ વખતે વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીને લઈ શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક બીજા માટે અનેક વખત નિવેદનો આપતા હોય છે ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવાને લઈ વાત કરી છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે  દાદાને હવે આપણે આરામ આપીએ એમને રિટાયર્ડ કરવાના છે. 

એવું મનાતું હતું કે મનસુખ વસાવાને નહીં કરવામાં આવે રિપીટ!

ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વખતે સરપ્રાઈઝ મળી શકે છે ઉમેદવારોના નામને લઈ. પરંતુ આ વખતે કોઈ મોટો સરપ્રાઈઝ પાર્ટીએ નથી આપ્યો પરંતુ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ થઈ રહી હતી કે મનસુખ વસાવાને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને 8મી વખત ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. 


ભરૂચમાં જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ભરૂચ લોકસભા માટે તેઓ ભાજપના ઉમેદવાર છે જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હવે તે લોકસભાના ઉમેદવાર. પહેલા પણ અનેક વખત ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો કરવામાં આવતા હતા ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર નિશાન સાધ્યું છે.

દાદાને આપણે આરામ આપીએ - ચૈતર વસાવા

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ભરૂચમાં સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું હતું. અનેક વિસ્તારોમાંથી આ યાત્રા ફરી હતી અને ચૈતર વસાવાએ જનસભાને પણ સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જેલની વાત કરી, મનસુખ વસાવાને લઈ પણ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે ચૈતર વસાવા એવું કહેવા માગતા હતા કે મનસુખ વસાવાને હરાવવા જોઈએ! પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે. આવનાર સમયમાં ચૈતર વસાવા આરામ કરે છે કે મનસુખ વસાવા આરામ કરે છે તે મતદાતાઓ પર નિર્ધારિત છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...