Bharuch લોકસભાનાં બધા સમીકરણો BJPએ ખોરવી નાખ્યા? કૉંગ્રેસનાં નેતા જ Chaitar Vasava સામે લડશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 17:22:15

ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યારે ચૈતર વસાવાનું નામ જાહેર થયું ત્યારથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. એહમદ પટેલની આ સીટ છે એ વાત પર તેમના દીકરી અને દીકરો મેદાને આવ્યા હતા. માંડ માંડ એ મામલો ઠારે પાડ્યો તો ફરી કોંગ્રેસના નેતા જ ચૈતર વસાવા સામે ચૂંટણી લડવા મેદાને ઉતારવાની વાત કરી રહ્યા છે. ત્યારે એક જ લાઇન કહેવાની આવે થાય કે ચૈતર વસાવાનો ત્યાં ચર્ચો તો છે પણ પરચો બીજેપી આપશે? 

કોંગ્રેસના નેતાએ કરી ભરૂચ લોકસભા બેઠક પરથી લડવાની વાત!

ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ છે. એક બાદ એક નેતા, કાર્યકરો પક્ષ છોડી રહ્યાં છે તો બીજી તરફ પક્ષમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને તે મુજબ ભરૂચ અને ભાવનગર પર આપ પોતાના ઉમેદવારને ઉભા રાખશે. આ વાતને લઈ કોંગ્રેસના નેતાઓ ભડક્યા છે. કોંગ્રેસના એક નેતાએ ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 



સોશિયલ મીડિયા પર આવી આ અંગેની જાહેરાત!

કોંગ્રેસના નેતા દ્વારા આવી જાહેરાત કરાતા રાજકારણ ગરમાયું છે. જે નેતાએ ચૂંટણી લડવાની વાત કરી છે તે સુલેમાન પટેલ છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસને ચીમકી આપી કે હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવિશ. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બે વાર ઉમેદવારી કરી પરાજિત થયેલા સુલેમાન પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજગી વ્યક્ત કરીને ધમકી આપી છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને હાલના જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.  



બીજેપીએ શરૂ કરી દીધી કવાયત!

હવે ભરૂચ લોકસભાના સમીકરણો જેની આપણે હંમેશાથી વાત કરીએ છે એની વાત કરીએ તો જો ચૈતર વસાવાને ભરૂચ જીતવું હોય તો કોંગ્રેસ અને પોતાની વોટ બેન્ક બધાના વોટ જોઈએ પણ બધા ભેગા થાય એ પહેલા જ બીજેપી પોતાની સ્ટ્રેટજી પ્રમાણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતું દેખાય છે. કારણ કે ત્યાં મનસુખ વસાવા દમદાર નેતા તો છે પણ આટલા વર્ષોથી સત્તામાં રહ્યા એટલે થોડી તો એન્ટિ ઇન્કમબંસી લેહર હોય.જેને ખતમ કરતાં ભરૂચના બધા સમીકરણો ભાજપે ખોરવી નાખ્યા છે.


મહેશ વસાવા પણ જતા રહ્યા બીજેપીમાં!

ઉપરાંત મહેશ વસાવાને પણ ભાજપે પોતાના પક્ષમાં લઈ લીધા છે. મહેશ વસાવા જતા રહ્યા તેને લઈ છોટુ વસાવા અલગ પાર્ટી બનાવાનું કહે છે. આમ બધા સમીકરણોનો સીધો ફાયદો ભાજપને 5 લાખથી વધુ લીડમાં થઈ શકે ત્યારે એક લાઇન છે યે ઈશ્ક નહીં આસન પણ ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા માટે યે જંગ નહીં આસાન જેવી સ્થિતિ છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?