લોકસભાની ચુંટણી આવે એ પહેલા રાજનીતિમાં રોજ એક નવો ભૂકંપ આવે છે, ભરૂચ લોકસભા સીટને લઈ અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી છે. મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. તે ઉપરાંત ભરૂચમાં ત્રીજા વસાવા પણ છે અને તે છે છોટુ વસાવા. ગઈકાલે જ BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક માટે જેટલી પણ ગણતરીઓ હતી એ બધી ખોરવાઈ ગઈ છે અને અધૂરામાં પૂરું બીજો ઝટકો છોટુભાઈ વસાવા પણ આપવા જઈ રહ્યા છે.
ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન!
ચૈતર વસાવા અનેક વખત મનસુખ વસાવાને લઈ નિવેદન આપતા હોય છે તો કોઈ વખત મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈ નિવેદન આપતા હોય છે. ત્યારે મનસુખ વસાવા માટે પકડાર પણ ઉભો થઈ શકે છે કારણ કે છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ અલગ નવી પાર્ટી બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને ચૂંટણી લડશે. આ બધાની વચ્ચે જૂનો અને હમેશા ટ્રેન્ડમાં રહતો વિષય વસાવા vs વસાવા ફરી એક વાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું 'ચૈતર વસાવા કાગનો વાઘ છે, એ હારવાનો જ છે' સાથે જ તેમણે કહ્યું કે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપમાં જોડાવાથી ભાજપ ભરૂચ બેઠક મજબૂત થશે.
ગઈકાલે મહેશ વસાવા જોડાયા હતા ભાજપમાં
મહત્વનું છે કે થોડા સમય પહેલા છોટુ વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે ભાજપમાં જઈ રહેલા નેતા માટે નિવેદન આપ્યું હતું. ગઈ કાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા જે બાદ તે ભડક્યા હતા. પુત્ર ભાજપમાં જતાં રોષે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે,ભાજપમાં બધા કોઢ ઊંદરો ભરતી થઇ રહ્યા છે. જે ભાજપને ખતમ કરી નાખશે. એમ આડ કતરી રીતે પોતાના પુત્રને પણ છોટુભાઈ વસાવાએ કોઢ ઉંદર કહ્યા હતા. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકની જંગ રસપ્રદ રહેશે.