ગઈકાલે સૂત્રોના હવાલાથી એક સમાચાર આવ્યા હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે. આ બેઠકો પર બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભરૂચ બેઠક પરથી તેમજ ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભરૂચ લોકસભા બેઠક માટે પેચ ફસાયો છે તેવી માહિતી સામે આવી છે. એહમદ પટેલની ભાવનાઓ આ બેઠક સાથે જોડાયેલી હોવાથી કોંગ્રેસ આપ સાથે ચર્ચા કરી રહી છે. મહત્વનું છે કે આ માહિતી સામે આવતા મૂમતાઝ પટેલ તેમજ ફેઝલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.
ભરૂચ લોકસભા બેઠકને ફસાયો પેચ!
લોકસભા ચૂંટણીને લઈ ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધન વિપક્ષી પાર્ટીઓએ કર્યું છે ત્યારે સીટોની વહેંચણીને લઈ પેચ ફસાયા છે. અલગ અલગ રાજ્યો માટે ગઠબંધનને લઈ સીટોની ફાળવણી અંગે ચર્ચા થઈ રહી છે. સૂત્રો પાસેથી ગઈકાલે માહિતી સામે આવી હતી કે દિલ્હી, ગુજરાતમાં ગઠબંધન થઈ શકે છે. ગુજરાતમાં બે સીટોને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ થઈ રહી છે તેમાં ભરૂચ અને ભાવનગર સીટોને લઈ ચર્ચા થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનું વર્ચસ્વ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસનું માનવું છે કે ભાવનાઓ આ બેઠક સાથે જોડાયેલી હોવાથી છે જેને કારણે આ બેઠક પર પેચ ફસાયેલો છે.
ભરૂચ લોકસભા બેઠક માટે આપે ચૈતર વસાવાના નામની કરી જાહેરાત
મહત્વનું છે ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે દરમિયાન તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થકોએ તેમના સમર્થનમાં રેલી કાઢી હતી.